મિશન શક્તિ’ તો માત્ર ટ્રેલર, અંતરિક્ષ માટે ભારત કરી રહ્યું છે જબરદસ્ત તૈયારી, જાણીને લાગશે નવાઇ
ભારતે ગયા મહિને એન્ટી-સેટેલાઇટ (ASAT) મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યા બાદ હવે અંતરિક્ષમાં દુશ્મનના ઇરાદાને ચકનાચૂર કરવાની ક્ષમતા વિકસિત કરવાના કેટલાંય બીજા વિકલ્પો પર ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમાં ડાયરેકટેડ એનર્જી વેપન્સ (DEWs) અને કો-ઑર્બિટલ કિલર્સની હાજરની સાથો સાથ પોતાના ઉપગ્રહોને ઇલેક્ટ્રોનિક કે ફિઝિકલ અટેક્સથી બચાવાની ક્ષમતા પેદા કરવા જેવા ઉપાય સામેલ છે.
સ્પેસ ટેકનોલોજીની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે દેશ
DRDOના પ્રમુખ જી સતીશ રેડ્ડીએ કહ્યું કે અમે DEWs, લેજર્સ, ઇલેક્ટ્રોનિક પલ્સ (EMP) અને કો-ઓર્બિટલ વેપન્સ સહિત કેટલીય ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે. હું આ અંગેની વિસ્તૃત માહિતી આપી શકું તેમ નથી પરંતુ અમે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ.

27મી માર્ચના રોજ લો-અર્થ ઑર્બિટ (LEO)માં 283 કિલોમીટરના અંતરમાં માઇક્રોસેટ- આર સેટેલાઇટને તોડી પાડનાર ASAT મિસાઇલ દિશાનિર્દેશિત ગતિમાન મારક હથિયાર હતું. ડીઆરડીઓ ચીફે કહ્યું કે અંતરિક્ષમાં 1000 કિલોમીટર સુધીનું અંતર નક્કી કરી શકનાર ત્રીસ્તરીય ઇંટરસેપ્ટર મિસાઇલનું એક સાથે કેટલાંય લોન્ચિંગથી કેટલાંય ઉપગ્રહોને ભેદી શકાય છે.
ચીનનો પડકાર
કો-ઓર્બિટલ વેપન મૂળ રીતે એક ઉપગ્રહ જ હોય છે જેમાં કેટલાંક વિસ્ફોટક, હથિયાર કે DEW ડિવાઇસ લાગેલા હોય છે. કો-ઓર્બિટલ વેપનને પહેલાં અંતરિક્ષના ભ્રમણમાં મૂકાય છે અને પછી તેનાથી દુશ્મનના ઉપગ્રહોને નિશાન બનાવાય છે. ચીન આ કાઇનેટિક કિલ વેપન્સ સિવાય અન્ય એન્ટિ-સેટેલાઇટ વેપન્સ, લેજર્સ જેમર્સ, ઇએમપી અને હાઇ પાવર્ડ માઇક્રોવેવ્સ વગેરે ઝડપથી તૈયાર કરી રહ્યું છે. તેને પહેલી વખત એન્ટી-સેટેલાઇટ મિસાઇલનું પરીક્ષણ 2007મા એક લો-ઓર્બિટ વેધર સેટેલાઇટને ભેદી નાંખ્યું હતું.

ભવિષ્યની તૈયારીમાં લાગ્યા છે વૈજ્ઞાનિક
સૂત્રોનું કહેવું છે કે ભારત પ્રતિસ્પર્ધામાં ટક્કર આપવાની સાથો સાથ બંને, LEO અને GEO સિંક્રોનસ ઑર્બિટ્સમાં હાજર ઉપગ્રહોની વિરૂદ્ધ ASAT વેપન્સ વિકસિત કરવાના દૂરગામી લક્ષ્ય પર કામ કરી રહ્યું છે જેથી કરીન અંતરિક્ષમાં પોતાની વધતી સામરિક સંપદા પર ઉભરતા ખતરાને નિપટાવી શકે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે DRDO હવા અને જમીન પર વિભિન્ન લક્ષ્યોને નિશાન બનાવાની ક્ષમતાવાળા હાઇ-એનર્જી લેઝર્સ અને હાઇ પાવર્ડ માઇક્રોવેવ્સ જેવા DEWs પર લાંબા સમયથી કામ કરી રહ્યું છે, પંરતુ શું તેમને ASAT વેપન્સનું પ્રારૂપ આપવામાં સફળતા મળી જશે, આ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલ છે.
ફુલફ્લેઝ્ડ એરોસ્પેસ મિલિટ્રી કમાન્ડની તૈયારી?
ડીઆરડીઓ ચીફ જી સતીશ રેડ્ડી એ કહ્યું કે એન્ટી-સેટેલાઇટ સિસ્ટમ્સના શસ્ત્રીકરણ કે એક ફુલફ્લેઝ્ડ એરોસ્પેસ મિલિટ્રી કમાન્ડ બનાવા જેવા મુદ્દા પર આખરે નિર્ણય સરકારે લેવાનો છે. તેમણે કહ્યું કે સૈન્ય ક્ષમતાની દ્રષ્ટિથી અંતરિક્ષનું મહત્વ વધી ગયું છે. સુરક્ષા સુનિશ્ચિત કરવાના સર્વોત્તમ ઉપાય પ્રતિરોધક ક્ષમતા વધારવાની છે. મિશન શક્તિનું સફળ પ્રદર્શન કરતાં ભારત ASAT ક્ષમતાવાળા ત્રણ દેશો અમેરિકા, ચીન, અને રૂસની એલ્ટિ કલબમાં સામેલ થઇ ગયું છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો