પ્રિય વિદ્યાર્થી,
આજના શિક્ષક દિન નિમિતે મારી ચૌદ વેર્ષની શૈક્ષણિક યાત્રા દરમિયાન મારી પાસે ભણી ગયેલા મારા દરેક વહાલા વિદ્યાર્થીને શુભેચ્છા તેમજ આશિર્વાદ. મારી વાતની શરૂઆત બે પંક્તિઓથી કરું છું.
“દિવસો, મહિના, વર્ષો વીતી જશે,
પણ આશિષ મારા તમારી સાથે રહેશે.
જ્યાં સુધી સુરજ અને ચાંદ રહેશે,
ગુરુ-શિષ્યનો સંબંધ કાયમ રહેશે”
.
મારી શુભેચ્છા છે કે તારી દરેક યોગ્ય ઇચ્છાઓ પૂર્ણ થાય! અહી આ પત્રમા મારે કોઈ મહાન તત્વચિંતકની માફક વાત નાથી કરવી, આપણે તો ગોષ્ઠિ કરવી છે. જ્યારે તુ આ પત્ર વાંચ ત્યારે કલ્પના કરજે કે ચારે તરફ શિતળતા છવાયેલી છે, મંદ મંદ પવન ફૂકાઈ રહ્યો છે, ઉછાળતા મોજાઓ દૂર દૂર સુધી દરિયાકિનારાની રેતીને ભીની કરી જાય છે, એ ભીની રેતીમાં ધીમે ધીમે ડગલાં ભરતા આપણે મિત્રો ગોષ્ઠિ કરી રહ્યા છીએ. દૂર ક્ષિતિજ તરફ નજર કર. વાદળોની પાછળ ઢંકાયેલો સૂરજ હમણાં જ બહાર આવશે અને પોતાના સોનેરી કિરણોથી ધરતી પર સોનું વરસવાશે.આવ, થોડી વાર બેસીએ અને ઊગતા સૂર્યની સાથે જીવનને પ્રકાશિત કરી દઈએ. ભારતીય સંસ્ક્રુતિ ક્રુષ્ણ-સંદિપની, અર્જુન-દ્રોણાચાર્ય વગેરે ગુરૂ શિષ્યનુ ઉદાહરણ છે જે રીતે એક સારા ગૂરૂ મળવા એ શિષ્યનુ સૌભાગ્ય છે એવી જ રીતે શ્રેષ્ઠ શિષ્ય મળવો એ ગુરૂનુ પણ સૌભાગ્ય હોય છે. અને હુ મારી જાતને ધન્ય માનુ છુ કે મને એ સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. આજના શિક્ષક દિન નિમિતે હુ દરેક વિદ્યાર્થીને એટલુ જ કહેવા માંગુ છુ કે “What you become it doesn’t matter but what you do is important. So whatever you become and wherever you go you represent the virtues of your family and pride of India.” બસ ફરી બે પંક્તિઓ કહી મારી વાત પૂર્ણ કરુ છુ.
“આંગળી પકડી કોઈ જીવનભર રસ્તો ચીંધશે નહીં,
સચ-જુઠ્નો નિર્ણય જાતેજ કરવાનો રહેશે અહી.
મુસીબતમાં શિક્ષણ તમને સાથ આપશે.
આશિષ મારા તમારી સાથે રહેશે.
લિ.મારા દરેક વહાલા વિદ્યાર્થી ની ટીચર,
જુલી ભટ્ટ સહાયક (શિક્ષિકા લક્ષ્મણ જ્ઞાનપિઠ માધ્યમિક

પ્રિય શિક્ષક,
વ્હાલા શિક્ષકો,
આપણી ભારતીય સંસ્કૃતિમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ગુરુ શિષ્યનો સંબંધ એક અદ્વિતીય રહેતો ગુરુ શિષ્યને એક પોતાના પુત્ર કરતાં વધઆરે ગણી પોતાનું સર્વસ્વ આપવા તત્પર રહેતા તો શિષ્ય પણ અખંડ શ્રધ્ધા અને વિશ્વાસથી ગુરુ પાસેથી જ્ઞાન સંપાદન કરતો. આવા સંબંધોમાં શ્રીકૃષ્ણ સુદામા, ગુરુ દ્રોણ અને એકલવ્ય તથા રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદને ધ્યાનમાં લઈએ તો એક પિતા-પુત્ર કરતાં વિશેષ મહત્ત્વનો સંબંધ જોવા મળતો. સમય જતાં શિક્ષક માસ્તર થયો અને માસે તરતાનો સમય આવ્યો આમ છતાં આજે પણ એવા અનેક પ્રસંગો જોવા મળે છે કે લોકો કોઈ અપેક્ષા વિના શિક્ષણ આપતા જોવા મળે છે. ફુટપાથ ઉપર અને નાનકડા નિવાસસ્થાનમાં પણ વિના મૂલ્યે જીવન શિક્ષણ આપતા અને શિક્ષકો જોવા મળે છે. ધન્ય છે એમની શિક્ષણવૃત્તિને. એક આદર્શ શિક્ષક અનેક માતાઓની ગરજ સારે છે. શિક્ષક ખરા અર્થમાં શિક્ષક બને તો આપણી ભારતીય સંસ્કૃતિ અનેક આયામો સિધ્ધ કરવા આજે પણ સંપન્ન છે. આવો આપણે સૌ પણ એક ઉત્કૃષ્ઠ શિક્ષક બનવા તત્પર થઈએ. આવા અનેક શિક્ષકોને ધન્યવાદ.

Dear all teachers,
Thanks a lot for your inspiring role in my kids life.
તમે મારા સંતાનોનું શૂન્યમાંથી સર્જન કર્યું. તમે જ એમને વાંચતા અને લખતા શીખવાડ્યું. સારા અને ખરાબનો ભેદ પારખતાં શીખવાડ્યું. રડી ને હસતા કેવી રીતે શીખવું અને હસતાં-હસતાં જિંદગીની દરેક સ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહેવું એ એક શિક્ષક જ શિખવાડી શકે. તમે જ ધ્યેયનું સ્વપ્ન જોતા અને એ ધ્યેય સુધી પહોંચતા શીખવાડ્યું.
શિક્ષકો એ બ્લેક એન્ડ વ્હાઈટ લખીને મારા સંતાનોના જીવનમાં રંગ પૂર્યા, તેમને નવો પ્રકાશ આપ્યો, નવી દિશા બતાવી તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. એક શાળા અને એક શિક્ષક જે કરી શકે અને જે શિખવાડી શકે તે બીજે ક્યાંયથી શીખી શકાતુ નથી, પ્રેમ, દયા, માર્ગદર્શક, સાચા મિત્ર અને સરળ માણસ બનવાનો પાઠ ભણાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.
You are all role model of my kids and thank you for making them what they are today. Happy Teachers Day

Jigna PujaraChandrashekhar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો