Home Page

ચાલતી પટ્ટી

સુવિચાર:
અનુભવથી આપણે સમજાય છે કે શું કરવું અને શું ન કરવું અને આત્મવિશ્વાસઆપને કામ કરવાની તાકાતઆપે છે. ધરેડા પ્રા.શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે........ રાજેશભાઈ એમ.ધ્રાંગી મો.૯૯૯૮૧૦૪૧૯૦

YOG SATHANA

સુવિચારો ફોટા સાથે અહિયાં ક્લીક કરો

સુવિચારો   ફોટા સાથે      અહિયાં ક્લીક કરો
અહિયાં ક્લીક કરો

સમય વિષે

""" મિત્રો આપની પાસે એક શક્તિ છે . એક વાર આ શક્તિનો ઉપયોગ ન થાય તો તે જીવનમાં ફરી ...મળતી નથી .તમે આ શક્તિ ને ઓળખી ગયા હશો ? તે છે સમય... કલ કરે સો આજ કર આજ કરે સો અબ ...

DHRANGI RAJESH.M

DHRANGI RAJESH.M
બાળ પ્રવુતિઓ

15 માર્ચ, 2015

તાર વગર વીજળી સપ્લાય કરવામાં મળી સફળતા


જુઓ NATIONAL RURAL DRINKING WATER AND SANITAION AWARENESS WEEK


http://dhrangirajesh.blogspot.in/p/national-rural-drinking-water-and.html અહિયાં ક્લીક કરો



તાર વગર વીજળી સપ્લાય કરવામાં મળી સફળતા


ન્યૂયોર્ક, તા. ૧૪
અત્યાર સુધી વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ઇલેક્ટ્રિક તારની જરૂર પડતી હતી, જોકે હવે કદાચ આ ઝંઝટમાંતી મુક્તિ મળી શકે છે. જાપાનની એક કંપની મિત્સિબિશિ હેવી ઇન્ડસ્ટ્રીઝે કોઇ પણ પ્રકારના તાર વગર અંતરિક્ષથી મેળવેલી સૌર વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં સફળતા મેળવી છે. કંપનીએ જણાવ્યું હતું કે આ અંતરિક્ષમાંથી સૂર્યઊર્જા ઉત્પાદનને વાસ્તાવિક રૂપ દેવાની દશામાં એક મહત્ત્વનું પગલું છે. આ શક્ય બન્યું છે માઇક્રોવેવ ટેક્નોલોજીના ઉપયોગથી. આ ટેક્નોલોજીની મદદથી ૧.૮ કિલોવોટ વીજળી ૧૭૦ ફૂટ દૂર રિસિવર સુધી પહોંચાડવામાં આવી. ૧.૮ કિલોવેટ વીજળી સામાન્ય રીતે કિચનમાં ઉપયોગમાં લેવાતાં ઉપકરણો ચલાવવા માટે પૂરતી 
છે. આ વાયરલેસ વીજળી સપ્લાય ટેક્નોલોજી હાલ તો સંશોધનના પ્રથમ તબક્કામાં છે, એટલે કે ટૂંક સમયમાં તેમાં મોટાપાયે સફળતા મળી રહેશે. સૌપ્રથમ સૌરઊર્જાનાં ઉત્પાદનનો વિચાર ૧૯૬૦માં આવ્યો હતો, અમેરિકા અને જાપાનના વૈજ્ઞાાનિકો દ્વારા આ પ્રયોગ કરવાનો વિચાર કરાયો હતો. ૨૦૦૯માં જાપાને આ પ્રયોગની શરૂઆત કરી. જોકે હવે તેને આ ક્ષેત્રે એક મોટી સફળતામળી છે.
આ થશે ફાયદો
 વૈજ્ઞાાનિકો માની રહ્યા છે કે આ પ્રયોગથી હવે ઊર્જાક્ષેત્રે એક મોટી સફળતા મળી શકે છે, કેમ કે અત્યાર સુધી મોટી સમસ્યા વીજળીના સ્ટોકની હતી. વૈજ્ઞાાનિકોનો દાવો છે કે આપણાં અંતરિક્ષમાં એટલી સૌરઊર્જા છે કે તે ગમે તેટલો ઉપયોગ કરો તો પણ ઓછી નહીં પડે, એટલે કે જાપાનની આ કંપની દ્વારા જે પ્રયોગ કરવામાં આવ્યો છે તેનાથી હવે અંતરિક્ષમાં રહેલી ઊર્જાના ઉપયોગ કરવાના દરવાજા ખૂલી શકે છે.
આ કેવી રીતે શક્ય બન્યું?
 કંપનીએ એક સ્થળેથી બીજા સ્થળે કોઇ પણ પ્રકારના તાર વગર લગભગ ૧.૮ કિલોવોટ વીજળીનો સપ્લાય કર્યો તે માઇક્રોવેવ ટેક્નોલોજીની મદદથી શક્ય બન્યું. માઇક્રોવેવ એ સૂક્ષ્મ તરંગો છે, તેને વિદ્યુત ચુંબકીય તરંગો પણ કહેવામા આવે છે અને તેની આવૃત્તિ ૩૦૦ મેગાહટ્ર્ઝથી લઇને ૩૦૦ ગીગાહટ્ર્ઝ સુધીની હોય છે. સામાન્ય રીતે આ તરંગોનો ઉપયોગ માઇક્રોવેવ ઓવન, રાડાર, મેજર, મોબાઇલ, ટેલિવિઝનમાં થાય છે. કંપનીએ એક અતિ આધુનિક કન્ટ્રોલ ડિવાઇસનો ઉપયોગ કરી આ પ્રયોગમાં સફળતા મેળવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

http://dhrangidhaval.blogspot.in મિત્રો આ બ્લોગ નવો છે

રાજેશભાઈ એમ ધ્રાંગી