Home Page

ચાલતી પટ્ટી

સુવિચાર:
અનુભવથી આપણે સમજાય છે કે શું કરવું અને શું ન કરવું અને આત્મવિશ્વાસઆપને કામ કરવાની તાકાતઆપે છે. ધરેડા પ્રા.શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે........ રાજેશભાઈ એમ.ધ્રાંગી મો.૯૯૯૮૧૦૪૧૯૦

YOG SATHANA

સુવિચારો ફોટા સાથે અહિયાં ક્લીક કરો

સુવિચારો   ફોટા સાથે      અહિયાં ક્લીક કરો
અહિયાં ક્લીક કરો

સમય વિષે

""" મિત્રો આપની પાસે એક શક્તિ છે . એક વાર આ શક્તિનો ઉપયોગ ન થાય તો તે જીવનમાં ફરી ...મળતી નથી .તમે આ શક્તિ ને ઓળખી ગયા હશો ? તે છે સમય... કલ કરે સો આજ કર આજ કરે સો અબ ...

DHRANGI RAJESH.M

DHRANGI RAJESH.M
બાળ પ્રવુતિઓ

26 જુલાઈ, 2015

સૌથી નાની વયનો ફિલ્મ ડાઇરેક્ટર




rajeshbhai

ઝાજવા માં ડૂબી નાવ ..............

એ દિવસે વાતાવરણમાં સખત ગરમી હતી. ઑફિસ થી નીકળતા   ને દસ થઈ ગયેલીસાડા છ ની બસ ચૂકીજાઉં તો એક કલાક મોડો ઘેર પહોંચુંઑફિસ થી બસ સ્ટોપ નું સહેજે દસ મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ કાપતાં મનેઆજે પંદર મિનિટ થઈ ગઈબસ હજુ આવી નહોતીલાઈન ખાસ્સી લાંબી હતીબસ આવી ને સ્ટોપ થી જરાઆગળ ઊભી રહીધક્કામુક્કી કરતા ટોળા સાથે હું પણ બસ માં ધકેલાયોભરચક ભરેલી બસ માં ઊભા રહેવાની જગ્યા માંડ માંડ મળીઆજે સવારથી  તબિયત જરા નરમ લાગતી હતીચાલતા આવીને પછી ધક્કામુક્કી કરીને બસ માં ચડતા ખાસ્સો શ્રમ પડ્યો હોય એવું લાગતું હતુંજાણે મેરેથોન દોડી ને આવ્યો હોઉં એમ મોં ખુલ્લુંરાખીને હું જોર જોર થી શ્વાસ લેતો રહ્યોઆખો ચહેરો પસીના થી તરબતર થઈ ગયેલોઅચાનક કોઈએ મારાશર્ટ ને પાછળથી ખેંચ્યુંમેં ફરીને જોયું તો કોઈ યુવતી પોતાની સીટ પર મને બેસી જવા માટે ઈશારો કરી રહીહતીકદાચ એને આગલા સ્ટોપ પર ઊતરી જવાનું હશે એમ વિચારી ને હું બેસી ગયો અને  યુવતી બસ નીભીડમાં ઊભી રહી ગઈએના ચહેરા પરથી લાગતું હતું કે એ આસપાસ ના કોલાહલ ને અવગણી ને કાનમાંખોસેલા ઈયરપ્લગ માંથી વહેતું સંગીત માણવા માં મસ્ત હતી. આગળના સ્ટોપ પર કેટલાક મુસાફરો ઊતરીગયા અને થોડા ચડ્યા. બસ ની ભીડ જરા ઓછી તો થઈ પણ બેસવાની જગ્યા તો હજુ  ભરેલી  રહીપેલીયુવતીસામેની સીટ પર બેઠેલી કોઈ જાડી મહિલા ની બાજુમાં સાંકડ-માંકડ બેસી ગઈ હતીએનું ધ્યાન મારાતરફ પડતા   આભાર ભર્યું સ્મિત મારા ચહેરા પર ફરકી ગયુંએણે જરા જેટલા હોઠ પહોળા કર્યા તે સાથે એના ચહેરા ની સાથે આંખો પણ જાણે મલકી ઊઠીમને દૂરદર્શનની એક જમાનાની એનાઉન્સર સાધનાશ્રીવાસ્તવ યાદ આવી ગઈબેસવાની જગ્યા મળી જવાને કારણે અને બારીમાંથી આવતા પવન ને કારણે મનેસારું લાગતું હતુંપણ જે હાલત માં બસ માં ચઢ્યો હતો  હાલત માં ઊભા ઊભા કઈ રીતે ઘરે પહોંચ્યો હોતએ વિચાર આવતા જરા ધ્રુજારી આવી ગઈ. બસ માંથી ઊતરીને પણ પાછું આઠ-દસ મિનિટ ચાલતા જવાનું.સંચાલકો એ સોસાયટી ની લિફ્ટ પણ દિવસ દરમ્યાન બંધ રાખવા નો તઘલખી નિર્ણય કરેલોતો ચાર માળચડીને જવાનું... ભગવાનશું હાલત થઈ હોત મારીટેક્સી  કરી લેવાની જરૂર હતી મારે.

મનમાં ને મનમાં જાતને કોસતા મેં ફરી  યુવતીની તરફ જોયું એના ફોન પર કશું જોવામાં મગ્ન લાગીહુંઆજુબાજુ વાળા ની પરવા કર્યા વિના  યુવતીનું નિરીક્ષણ કરવા લાગ્યોઆમ તો ખાસ ગોરી દેખાતી નહોતી.જરા ભીનેવાન પણ ભારે નમણાશભર્યા એના ચહેરા ની ત્વચા એકદમ ચમકદાર હતીડાઘાડૂઘી વિના ની સ્વચ્છઅને સુંવાળી જણાતી હતીસુરેખ નાક ને કાળી ગોળ આંખોસહેજ ગુલાબી ઝાંય વાળાલિપસ્ટીક લગાડ્યા વિના ના હોઠગરદન પાસે નાનકડા બટરફ્લાય માં જકડેલા જથ્થાબંધ વાંકડિયા વાળએના વાંકડિયા વાળની બે ચારલટો ગાલ પર ઝૂલતી હતીટાઈટ જિન્સ અને સફેદ એમબ્રોયડરી વાળા શોર્ટ સ્લીવ ટોપ માંથી ઊભરાતા એનાકમનીય વળાંકો જોનાર ની નજર ને ઘડીક માં પાછી   વળવા દે.

કલાકેક ની કંટાળાજનક મુસાફરી જાણે ગણતરી ની સેકન્ડ માં પૂરી થઈ ગઈમારે ઊતરવાનું સ્ટોપ આવી ગયું.પાછળથી ઊતરનારા મુસાફરો આગળ આવીને ઊભા રહી જવા માંડેલાહું પણ ઊભો થઈ ગયોબસ ની ભીડનેચીરી ને સામેની તરફ બેઠેલી  મને દેખાય  શક્ય નહોતુંઅન્ય મુસાફરો ના ધક્કા થી આગળ ધકેલાતાધકેલાતા હું પણ આગલા દરવાજે પહોંચી ને ઊતરી ગયોનીચે ઊતરીને મેં  બેઠી હતી  જગ્યા પાસેની બારીતરફ નજર દોડાવીહું કશું જોઈ શકું  પહેલા  બસ રવાના થઈ ગઈકંઈક ખિન્ન મને હું ઊભો રહ્યોહવેચાલવા ના હોશ નહોતાઓટો કરીને ઘેર પહોંચવું  હિતાવહ હતું સમયે ખાલી ઓટો મળવી જરા મુશ્કેલમેંઆમતેમ નજર કરીમારા આશ્ચર્ય વચ્ચે  આગળ ચાલી જતી હતીમારા ઘરથી વિપરીત દિશામાંહવે શુંકરવુંરસ્તા પર કંઈક અવઢવ માં હું પળ બે પળ ઊભો રહ્યો ત્યાં તો તે નજર થી ઓઝલ થઈ ગઈઆમતેમ ફાંફામારીને મેં એક ઓટો પકડી ને ઘર તરફ રવાના થઈ ગયો!

ઘરનું  તાળું ખોલીને પંખો ફૂલ સ્પીડ પર મૂકીને જેમતેમ શર્ટ ના બટન ખોલીને મેં ખુરશીમાં પડતું મૂક્યુંપળવારમાટે આંખો મીંચીને દિમાગ ને શાંત કરવા હું મથી રહ્યોપણ આંખ સામે વારે વારે પેલી છોકરીનો ચહેરો  આવીજતો હતોઘડીક માં  મારી સામું જોઈને હસતી હતી તો ઘડીક માં બસમાંથી ઊતરીને ભીડમાં ગુમ થઈ જતીહતીખબર નહીં મને  શું થઈ રહ્યું હતુંજે  શ્રોફ એન્ડ અસોસિએટ્સ ની પેઢી જ્યાં હું ચીફ એકાઉન્ટન્ટ તરીકેનોકરી કરું છું ત્યાં ઘણી સ્ત્રીઓ કામ કરે છેપણ મારે ભાગ્યે  કોઈની સાથે સીધા કે આડકતરા સંપર્ક માં આવવાનુંથતુંછેક અઠ્ઠાવીસ ની વયેમારા બાપુજી ના ગુજરી ગયા પછી એમની જગ્યાએ મને નોકરી મળી હતીબાપુજીમારા જન્મ પહેલા પાલનપુર થી મુંબઈ આવીને વસેલાંહું એમ.કોમના પ્રથમ વર્ષમાં હતો ને એમને પેરેલિસિસ નો એટેક આવેલોહું એમનું એક જ સંતાનબાઈ ને  મારી મા ને હું બાઈ કહેતો- બહુ અરમાન હતા મનેપરણાવવાનાપણ મારું આગળ ભણવાનું સ્વપ્ન ને બાઈના મને પરણાવવાના અરમાનો બાપુજી ની બીમારીમાંહોમાઈ ગયાપાંચેક વર્ષનો મંદવાડ બાપુજી ની વર્ષો ની બચત ખાઈ ગયોઉપરાંત થોડું કરજ થયું તે જૂદુંજો કે,નસીબની બલિહારી કે બાપુજી ના ગયા પછી મને તરત જ એમની જગ્યાએ નોકરીએ રાખી લેવામાં આવેલોપણ ત્યારે પગારની ત્રીજા ભાગની રકમ કરજનો હપ્તા ચૂકવવા માં જતી રહેતીબાપુજી ના ગયા પછી બાઈ પાંચેકવરસ રહીઅને એક દિવસ  પણ મને  ફાની દુનિયામાં એકલો મૂકીને ચાલી ગઈ.

મારે માથે છત હતીકાયમી કહેવાય એવી નોકરી હતીથોડો સમય બાઈનો વિરહ મને ખૂબ સાલ્યોપછી ધીરેધીરે બધું સામાન્ય થતું ચાલ્યુંમારા ખપ પૂરતું હું બે ટંક જાતે રાંધી લેતોબાઈની સુઘડતા અને ચીવટ વારસામાંમળેલાએકલ હાથે પણ હું ઘરને સરસ સંભાળી શકતોહાજાત ક્યારેક વિચારો ના વમળ માં ગોથાં ખાતીત્યારે એને સંભાળવી બહુ મુશ્કેલ લાગતી. મને પણ થતું કે કોઈ મારું પોતાનું કહેવાય એવું મારી સાથે હોય. મારો ય એક નાનકડો પરિવાર હોય. વેવિશાળ કેન્દ્ર ચલાવતા મારા એક દૂરના સગાએ મારું ઘર મંડાય એવા ભરચક પ્રયત્નો કરી જોયા. પણ કેમે ય મેળ જ ન પડ્યો. કદાચ, એક ખાનગી પેઢી માં ટાંચા પગારે નોકરી કરતા મારા જેવાએકલા માણસને દીકરી આપતા ઘણા માબાપનો જીવ નહોતો ચાલતો. એક બે ત્યક્તા કે વિધવા સ્ત્રીઓ ના માંગા આવેલાં. પણ ત્યારે મને એ ગોઠેલું નહીં. એકલતા ની હદ ગુંગળામણ સુધી વધતી ચાલી. રાત પડ્યે મારા ઘરની દીવાલો મને ખાવા ધાતી. ચાર દીવાલો ની વચ્ચે હું એકલો અટૂલો ધીરે ધીરે ભીંસાતો જતો હોઉં એવી અનુભૂતિ મને રોજ રાત્રે થતી. વાંચન ના શોખ ના કારણે એમાં રાહત રહેતીઘર કામનોકરી અને વાંચન  ત્રણબાબતોમાં જાતને મેં એવી તો ખૂંપાવી દીધેલી કે બાઈના ગયા પછીના વીસ વર્ષ ક્યાં વિતી ગયા  પણ મનેખબર  રહીબાવન મું બેસી ગયું ગયા શ્રાવણ માંકદાચ યોગ્ય ઉંમરે પરણી ગયો હોત તો  છોકરી જેવડીઉંમરના સંતાનો  હોત. દિવસો, મહિનાઓ જ નહીંવર્ષો વિતતા ગયા. મારી એકાકી જિંદગીમાં હું ગોઠવાઈ ગયેલો.

શરીરમાં સખત બેચેની લાગતી હતીએકાદ દિવસની રજા મૂકીને બધા રિપોર્ટ કરાવવા જવું પડશેમનોમનવિચારતાં મેં ચા ઉકળવા મૂકીચા ને ખાખરા ખાઈને  હું સૂઈ ગયોઆજે કશું બનાવવાની ઈચ્છા નહોતીબહારપણ જવાની હામ નહોતીપાંચ નવકાર ભણીને મેં પથારીમાં લંબાવ્યુંવહેલી પડે સવાર!

બીજી સવારે રોજ કરતા કંઈક વહેલો  હું ઊઠી ગયોદૂધ લેવા ગયો ત્યારે કોઈ દિવસ નહીં ને આજે પહેલી વારત્યાં ઊભેલી સ્ત્રીઓ ધ્યાનમાં આવી. એમના ચહેરા સમું જોયુંક્યાંક પેલી છૂપાઈ ને જોતી તો નથી ને  બધાનીવચ્ચે.. એવો બાલિશ વિચાર મનમાં આવી ગયોતૈયાર થઈને બસ સ્ટોપ પર થોડો વહેલો  પહોંચી ગયોમારીનિયત સમયની બસ આવીને ચાલી ગઈ તો  હું થોડી વાર ત્યાં જ ઊભો રહ્યોવીસેક મિનિટ આમતેમ ડાફરિયામારીને અંતે ચોથી ભરચક ભરેલી બસ નો ડંડો પકડીને લટકી ગયોકોલેજ સમયે શોખ થી શરૂ કરેલી કસરત,સમય જતા આદત બની ગઈ હતીને બાઈ હતી ત્યાં સુધી  નહીંતે પછી પણ આજ દિન સુધી ઘરના રાંધેલાસાદા નિયમિત ખોરાકને લીધે હજુ  બાવડા માં એટલું જોર ખરું કે આમ બસ ની મુસાફરી કરી શકું.

સાંજે ઑફિસ થી થોડો વહેલો નીકળી ને બસ સ્ટોપ પર આવીને ઊભો રહ્યોક્યાંક મારી પહેલા આવીને  નીકળી જાયઆમ તોએના આવવા જવા ના સમયની મને ક્યાં ખબર હતીએના વિશે બીજી કશી પણ ખબર નહોતી.બસએક ખૂબસૂરત સ્વપ્નની માફક એની છબી મારા મનોચક્ષુ સમક્ષ વારે વારે આવ્યા કરતી હતીક્યાંય સુધીરાહ જોવા છતાં   દેખાઈ  નહીંખાસ્સું અંધારું છવાઈ ગયેલુંમેં પણ કંટાળી ને બસ પકડી.

ચારેક દિવસ સુધી મેં રોજ જતા આવતા બંને સમયે એને જોવા માટે તપ કર્યુંપણ વ્યર્થ જાણે ક્યાં હવામાંઓગળી ગઈ દિવસે પહેલી તારીખ હતીહું રોજ ના સમયે બસ સ્ટોપ પર પહોંચ્યોમારા આશ્ચર્ય વચ્ચે એનેત્યાં ઊભેલી જોઈને હું રોમાંચિત થઈ ઊઠ્યોએની સામે જોઈને મારા ચહેરા પર સ્મિત ફરકી ગયુંએણે પણબરાબર   સમયે મારી સામું જોયુંમને ઓળખી લીધો હોય એમ એણે પણ જવાબમાં સામું સ્મિત કર્યુંત્યાં બસ આવી અને એકબીજાના ધક્કે મોટાભાગના મુસાફરો બસ માં ઠલવાયાબેસવાની તો શુંવ્યવસ્થિત ઊભારહેવાની પણ જગ્યા નહોતીખાસ્સી વારે બેસવાની જગ્યા મળી તો મેં બેઠા બેઠા ચારે તરફ નજર ફેરવી ને એનેશોધવા પ્રયત્ન કર્યોપણ આટલી ભીડમાં  વ્યર્થ હતુંમારા સ્ટોપ પર ઉતરી ને મેં આમતેમ જોયું તો એ રસ્તાની એક તરફ ઊભી રહીને ફોન પર વાત કરવામાં મશગૂલ હતી. બે-ચાર-પાંચ મિનિટ હું રાહ જોતો થોડે દૂર ઊભો રહ્યો. એને એકાદ વખત મારી સામું પણ જોયું પણ પછી પાછી પોતાના ફોન માં ખોવાઈ ગઈ. અને એમ જ ફોન પર વાત કરતા કરતા જ મારાથી વિરુદ્ધ દિશામાં ચાલવા લાગી. હું પળવાર માટે ખમચાઈ ને ઊભો રહ્યો. ને પછી આપોઆપ મારા પગ પણ ઘર ભણી વળ્યા. એકવાર પણ પાછું ફરીને જોયા વિના હું ઘરે આવી ગયો.

બીજે દિવસે સવારે મારા આશ્ચર્ય વચ્ચે એ બસ સ્ટોપ પર ઊભેલી હતી. મારી સામું ધ્યાન પડતાં ની સાથે જ એણે પરિચય સૂચક સ્મિત કર્યું. મારા ચહેરા પર પણ સુકાયેલ ડાળ પર ફૂટતી કોઈ નાની શી લીલીછમ કૂંપળ જેવું સ્મિત મહોર્યું. ન જાણે કેમ પણ મારા અંતરમાં અનહદ આનંદ છવાયો હતો. બસ આવી અને લગભગ બધા જ મુસાફરો ને પોતાની અંદર સમાવી ને ચાલતી થઈ. મારા પહેલા જ એ ઝડપથી બસ માં ચડી ગયેલી. હું અંદર દાખલ થયો કે તરત આગળની સીટ પર એને બેઠેલી જોઇને જરા ઉતાવળ માં જ એની બાજુની ખાલી સીટ કબજે કરતી લેવા માટે આગળ વધ્યો.  એણે મને જોઇને જરા સંકોરાઈ ને એની બાજુની ખાલી જગ્યા પર મૂકેલું પર્સ ઊંચકી લઈને બેસી જવા માટે ઇજન આપ્યું. હું જરા સંકોચાઈ ને બેઠો.

"થેંક યુ!"

મારો જ અવાજ મને સાવ જુદો જ હોય એવો લાગતો હતો! પણ એણે તો બારી ની બહાર જ જોયે રાખ્યું. સહસા મને ખ્યાલ આવ્યો. કાનમાં ઈયર પ્લગ ભરાવી દો એટલે પત્યું. આ યુવાનોને બાજુમાં બોમ્બ ફૂટે તો એના ધમાકાનો ય અવાજ સંભળાતો હશે કે કેમ? દુનિયાથી બેખબર થઈને બસ, એમના જ તાનમાં ગુલતાન. દૂર દેશાવર ના મિત્રો સાથે ચેટ પર લાંબી લાંબી વાતો કરે પણ બાજુમાં કોણ બેઠું છે એનાથી તદ્દન બેપરવા. પણ એક વાત રહી રહીને મારા મનમાં આવ્યા કરતી હતી. કંટાળાજનક લાગતી બસ ની લાંબી મુસાફરી તે દિવસે ન જાણે કેમ બહુ જ આનંદદાયક લાગી રહી હતી! એ તન્વીશ્યામા સાથે એકપણ શબ્દની આપલે વિના પણ આ સહ પ્રવાસ મારે મન યાદગાર બની રહ્યોઆંખને ખુણે થી ચોરીછૂપી થી મેં વારંવાર એની સામું જોઈ લીધું. એકવાર તો એનું ધ્યાન પડી ગયું તો મેં ચહેરાને જરાય ખાસિયાણો પાડવા દીધા વિના બેધડક હસી લીધું. ન જાણે કઈ રીતે આવું મારાથી થઈ શક્યું, કોને ખબર?

બાકી ઑફિસમાં મારી છાપ સોગિયા ની. કામથી કામ, બીજી કોઈ લપ્પન છપ્પન નહીં. સ્ટાફ ના પુરુષો  ઘણીવાર નાસ્તો મંગાવેબૉસ ની ગેરહાજરીમાં કોઈ એક ટેબલે એકઠા થઈને તડાકા મારે. પુરુષો તો સમજ્યા, સ્ત્રીઓ પણ જેવો સમય મળે કે તરત એમની મંડળી જમાવી ને ન જાણે શું ઝીણી ઝીણી વાતો કર્યા જ કરે. ક્યારેક તો બધા ભેગા થઈને જાતજાતની ખરીદી ના પ્લાન બનાવતા હોયહું તો ભાગ્યે જ કશામાં શામેલ હોઉં. ન તો મને કામના સમયે વાતો નાં વડા કરવા ગમે, ન હું એમના કાંદા-લસણ વાળા તીખાં તમતમતા નાસ્તામાં સાથ આપી શકું. હા,કોઇપણ સમયે કોઈને પણ મારી મદદની જરૂર હોય તો મેં ના પાડી હોય એવું મને યાદ નથી. એ રીતે તો ઘણીવાર લોકોએ મારો ફાયદો પણ ઉઠાવ્યો હશે, પણ મેં ક્યારેય એ બાબતે માઠું લગાડ્યું નથી. પણ આ વિવાન જ્યારથી આવેલો ત્યાર નું મારું મગજ વારે વારે નાની નાની બાબતોમાં છટકી જવા માંડેલું.

વિવાન... સરસ દેખાવડો હસમુખ છોકરો...આમ તો એ મારો જુનિયર કહેવાય. ઉમર માં પણ મારા કરતા અર્ધો જ હશે. એમ.બી.એ. થયેલો ને પાછું કોમ્પ્યુટર માં એક્કો! ચપટી વગાડતા માં બધા કામ કરી નાખે ને પાછો જબાન નો એવો તો મીઠો. સ્ટાફ ની સ્ત્રીઓ માં મેમ! મેમ! કરતો ફરી વળે ને લંચ ટાઈમ માં બધી સ્ત્રીઓના ટીફીન માં હાથ મારી આવે. બધી ગોપીઓ કાલીઘેલી થઈને એના માટે કૈંક ને કૈંક લાવી જ હોય. પુરુષ સહ કર્મચારી માં ઘણાં ને મારી જેમ પેટમાં દુખતું તો હશે પણ તો ય સાલા ને કોઈ કશું કહેતું તો નહીં જ. આમ જોઈએ તો મારે એની સાથે કોઈ અંગત દુશ્મની તો ક્યારેય ન હતી. બસ, નાની ઉંમરે એણે મેળવેલી કામયાબી, સરખામણીમાં ઊંચો કહેવાય એવો પગાર અને સ્ત્રી કર્મચારી વૃંદ માં એની ચાહનાને જોઇને મારા હૃદયના છાના ખુણે એક ટીસ ફૂટી આવતી.

મારા ઊતરવાનું સ્થળ આવી ગયું. નછૂટકે મારે આ સુંદર સાથ છોડીને ઊભાં થવું પડ્યું. અમે બંને એક જ ઠેકાણે ઉતર્યા. એ સડક પર ઉતાવળે ચાલે આગળ નીકળી ને પળવારમાં દેખાતી પણ બંધ થઇ ગઈ. હું એ વિચારે જરા ખિન્ન હતો કે આટલી વાર સુધીમાં મેં એની જોડે એકપણ શબ્દની આપલે ન કરી! એના વિષે મને કશી જ ખબર ન પડી. એ કોલેજ જતી હોય એમ તો ન લાગ્યું. કોઈક ઓફિસ માં નોકરી કરતી હશે કદાચ. ‘કાલે બધું પૂછી લઇશ.’ એવું મનોમન વિચારતાં જ મને હસવું આવી ગયું. હું અને આ રીતે કોઈ છોકરી સાથે વાત કરી શકું? અશક્ય... જો કે આખો દિવસ મારો મિજાજ ફૂલગુલાબી રહ્યોપેલો વિવાન તો થોડા દિવસોથી એના સેલ ફોન પર જ ચોંટેલો રહેતો. જ્યારે જુઓ ત્યારે કૈંક ગુસપુસ વાતો કર્યા કરતો હોય. યા તો ફોન પર કશુંક ટાઈપ કર્યા કરતો હોય. એ દિવસે બપોર પહેલા જ એ રજા લઈને ચાલ્યો ગયેલો તો એને જોઇને ય મૂડ ખરાબ થાય એવા કોઈ ચાન્સ ન હતા.

બપોરની ચા પીતાં પીતાં મેં મિસિસ મહેતા ની એક પેન્ડીંગ ફાઇલ તૈયાર કરી આપી અને બદલામાં એમણે સ્મિત સહ થેંક યુ’ કહ્યું તો મેં પણ હસતા ચહેરે યુ આર વેલકમ કહીને મિસિસ મહેતા ના ગોળમટોળ ચહેરા પર આશ્ચર્ય નું મોજું ફેલાવી દીધું! બપોર પછી સૌએ નાસ્તો મગાવ્યો તો મિસિસ મહેતા એ મારા માટે પણ  દહીં વડા મંગાવ્યા અને આજે ન જાણે કેમ મેં પણ એમના સૌ ની જોડે બેસી એને ન્યાય આપ્યો. જો કે, ત્યારબાદ તરત જ હું મારા કામમાં લાગી ગયો તો ક્યારે પોણા છ વાગી ગયા તે પણ ખબર ન પડી. ઝટપટ મારું ટેબલ સંકેલી, વોશરૂમ માં જઈને મેં પસીના થી ચીકટો થયેલો ચહેરો ધોયો. વાળ સહેજ ભીના કરીને ઓળ્યા. રૂમાલ થી ચહેરો બરાબર લૂછી ને શર્ટ વ્યવસ્થિત ટક ઇન કર્યું. કોલર સરખા કરતા કરતા ફરી એકવાર વોશરૂમ ના ઝાંખા થઇ ગયેલા અરીસામાં ચહેરો જોયો. આમ તો મનેસહેજ ગોરો કહેવાય એવો વાન અને કાળા સુંવાળા વાળ બાઈ તરફથી વારસામાં મળેલા. જો કે, વરસ દિવસ થયા કાન પાસે થોડી થોડી સફેદી ડોકાવા માંડેલી. પણ હજુ વાળમાં ડાય કરાવવા ની જરૂર લાગતી ન હતી.

નિયત સમય કરતા પાંચેક મિનિટ મોડી આવેલી બસ માં જેમતેમ કરીને હું ચઢ્યો. ભરચક ભીડમાં પણ દૂરથી મેં એને જોઈ લીધી. આછી ફલોરલ પ્રિન્ટ ધરાવતા સફેદ ટોપ માં એને દૂરથી જ મેં ઓળખી લીધી. એક હાથે બસ નો ડાંડો પકડીને બીજા હાથમાં ભરાવેલું મોટી ઝોળી જેવું પર્સ બગલમાં દબાવી રાખીને સેલ ફોન માં કશુંક ટાઈપ કરી રહી હતી. આટલી ભીડમાં આમ ઊભાં ઊભાં ફોન માં મેસેજ લખવું કેમ ફાવતું હશે! કે પછી ફોન માં કશુંક સર્ચ પણ કરતી હોય! ખેર.. જે હોય તે. આગળના સ્ટેન્ડ પર ઊતરતા ને ચડતા મુસાફરો ની ભીડ વચ્ચે ધીરે ધીરે સરકતો હું  એની સાવ લગોલગ પહોંચવા માં જ હતો કે મારું ય ઠેકાણું આવી ગયું. બસમાંથી ઊતરતા જ એ ફોન પર વાતો કરતી કરતી પોતાને રસ્તે ચાલી ગઈ! હું ઘડીભર રસ્તાની વચ્ચોવચ બાઘા ની માફક ખોડાયેલો રહીને એને જતી જોઈ રહ્યો. પછી અચાનક હોશમાં આવ્યો હોઉં એમ માથું ઝાટકી ને ઘર તરફ રવાના થયો.

ઘરે જઈને જમી પરવારી ને આરામખુરશીમાં આડો પડીને ઝૂલતા ઝૂલતાછત સામું તકાયેલી મારી નજર ન જાણે કઈ સ્વપ્ન સૃષ્ટિમાં ખોવાઈ ગઈ! ઘડીક માં એ  મારી સામે મીઠું હસતી હતી તો ઘડીક માં પલંગ પર ઊંધી પડી પડી બંને પગ વારાફરતી હીંચોળતી મને વગર દોરી એ પોતાના તરફ ખેંચતી હતી. એક રૂમ રસોડા નો મારો ફલેટ એની હાજરીથી રાજમહેલ ની જેમ ઝગમગતો હતો. અચાનક સ્ટોપર વિના ની રસોડા ની બારી હવા ના ધક્કે ધડામ દઈને પછડાઈ અને હું સ્વર્ગમાં થી ધરતી પર આવી ગયો! વર્ષોથી ચૂનો ય ધોળ્યા વિના નીઝાંખી,નિસ્તેજ દીવાલો એ મને ધીરે ધીરે ચારે બાજુથી ભરડો લેવા માંડ્યો. હું હાથ પગ માથું બધું સંકોરી નેએ દિવાલો મને ક્યાંય સ્પર્શી ન લે એમ પથારીમાં સંકોચાઈ ને સૂઈ રહ્યો. મારા પલંગ ની ધાર પાસે આવીને બધી દીવાલો ઊભી રહી ગઈ! અચાનક મેં બાઈને પલંગ ની પાંગોતે બેઠેલી જોઈ. ‘સૂઈ જા ભાઈ, થાક્યો હોઈશ!’ હંમેશ ની જેમ બાઈ બોલી ને હું એના મમતાળુ ચહેરા સામું જોતા જોતા નવકાર મંત્ર સ્મરતાં ક્યારે સૂઈ ગયો તે ખબર ન પડી.

પછીના દિવસે સવારે નાહી ને દીવાલ પર એક ખુણે લગાડેલા કુળદેવી ના મંદિરમાં દીવો કરીને પગે લાગ્યા બાદબાજુમાં ટીંગાડેલી સુખડ નો હાર પહેરાવેલી બાઈ ને બાપા ની છબી ને પગે લાગતાં મનોમન કોઈ છાના આશીર્વાદ માંગી લીધા નો ખ્યાલ આવતા જ સમગ્ર અસ્તિત્વમાં એક મીઠી ઝણઝણાટી ફેલાઈ ગઈ. રોજ કરતા કૈંક વધુ ચીવટથી તૈયાર થયોચીવટ થી દાઢી કરી ને ચક ચકિત કરેલા ચહેરા પર આફ્ટર શેવ લોશન લગાડ્યું.મંદ મંદ સુગંધ વાળું ચીકાશ રહિત તેલ વાળમાં લગાડ્યું. એકાદ વાર પહેરેલી નવા નકોર શર્ટ-પેન્ટ ની જોડ કાઢીને પહેરી. રસોડા માં ઊભાં ઊભાં લૂસ લૂસ બે કોળિયા જમીને ફરી એકવાર અરીસામાં પ્રતિબિંબ જોયું. કઈ ઘટતું હોય તો....

"બધું બરાબર છે..."

દરવાજાની વચ્ચોવચ ઊભી રહી ને એ મારી સામું હસીને જોઈ રહી હતી. ક્ષણવાર માટે થયેલો આ સુખદ અનુભૂતિ નો આવિષ્કાર મને છેક ઊંડે સુધી સ્પર્શી ગયો! કોઈ નહોતું છતાં એક મીઠી સુગંધ મારા રોમ રોમ માં ફેલાઈ ગઈ. કબાટ ના ખાનામાં સાચવી ને મૂકેલી પરફ્યુમ ની બોટલ કાઢીને શર્ટ પર જરા સ્પ્રે કર્યો. ચપ્પલ ને બદલે પોલિશ કરેલા બૂટ પહેર્યા. એક નજર અરીસામાં જોઈ લઈને ઘર બંધ કરીને હું બહાર નીકળ્યો. હું બહુ જ ખુશ હતો. આવું બધું જિંદગીમાં પહેલી વાર થઇ રહ્યું હતું. યુવાન વયે બાપુજી ની બીમારીમાં આવા બધા રોમેન્ટીક કહેવાય એવા વિચારો નું ક્યાંય બાષ્પીભવન થઇ ગયેલું. ત્યાર પછીના સમયમાં ટૂંકી આવક ની મામૂલી રકમમાં મારું અને બાઈનું ગુજરાન માંડ માંડ ચાલતું, ત્યારે રોમાન્સ જેવો શબ્દ મારી આસપાસ ભૂલ ચૂકે ય ફરકતો નહીં. કરજ પૂરું થયા પછી પણ પગાર તો ખાસ વધ્યો ન હતો. પણ મારા જેવા એકાકી માણસ માટે ભવિષ્યમાં કોઈ જરૂરિયાત ઊભી થાય તો ખપ લાગે એ હેતુથી મેં કરકસર કરી પૈસા બચાવવા માંડેલા. ખાસી એવી મૂડી મારી પાસે જમા થઇ ગયેલી. ‘એ પૈસા માંથી એક કાર ખરીદી હોય તો.... આને રોજ મારી કારમાં લિફ્ટ આપું!’ એવા બાલિશ તુક્કા લગાડતો હું ઘરની બહાર નીકળ્યો.

ધીરે ધીરે એવું બનવા માંડ્યું કે અમારા બંને ના આવવા જવા ના સમય એક થવા માંડ્યા. જતી વેળાએ એ સ્ફૂર્તિ થી બસ માં ચડી જતી ને હું પણ ગમેતેમ કરીને એની નિકટ જઈને જ ઊભો રહી જતો. એક દિવસ એક જ સીટ માં બાજુબાજુમાં અમે બેઠા હતા. એના શરીરમાંથી આવતી ભીની ભીની મહેક મને બહેકાવી રહી હતી. એના કાનમાં હમેશ મુજબ ઈયર પ્લગ નાંખેલા ન હતા. એના મસ મોટા ફોન પર એ કોઈ ન્યુઝ ચેનલની વેબસાઇટ પર સમાચાર વાંચી રહી હતી. હું આંખને ખુણે થી એમાં નજર નાખી  રહ્યો હતો કે સહસા એણે મારી સામું જોયું. નાના બાળક જેવી નિર્દોષતાથી મેં એની સામે સ્મિત કરીને પૂછી લીધું...

આપ સર્વિસ કરતી હૈ ક્યા?’ મુંબઈ માં અજાણ્યા લોકો સાથે વાત શરૂ કરો તો હિન્દી માં બોલવાનો શિષ્ટાચાર છે.

હા જી...’ કહેતા એણે પણ હસી લીધું.

બેંક ઓફ મહારાષ્ટ્ર મેં?’

મને એટલી તો ખબર હતી કે એ બેંક ઓફ મહારાષ્ટ્ર ની બાજુમાં નવા બનેલા બિલ્ડીંગમાં ની કોઈ ઑફિસમાં જાય છે, તેમ છતાં અજાણ બનીને પૂછ્યું. જવાબમાં એણે હસીને ના કહી. ને પછી સાવ સહજતા થી એની ઓફિસ વિષે વાત કરી. પોતે એમ.બી.એ. કરીને હજુ હમણાં જ નોકરી માં જોડાઈ છે ને આ પહેલી જ નોકરી માં પહેલા જ પ્રયત્નથી જોડાઈ છે....

આમ જ અમારી વચ્ચે વાતચીતનો દોર શરુ થયો. હું ગુજરાતી અને એ મરાઠી. પણ અમે બંને એકબીજાની ભાષામાં સહજતા થી વાતો કરી લેતા. સમયે સમયે અમારી વચ્ચે ખાસ્સી વાતો થતી. રાજકારણમાં એને ખાસ્સો રસ હોય એમ લાગતુંઘણા બધા સાંપ્રત વિષય માં મારા કરતા પણ વધારે જાણકારી ધરાવતી હતી. મોદી સરકારની સફળતા વિષે તો એની વાકધારા અસ્ખલિત પણે  વહેતી. હું ધીરે ધીરે એની બુદ્ધિ પ્રતિભા થી અંજાતો જતો હતો. ત્રણેક મહિનામાં અમે કેટલી ય વાર સાથે પ્રવાસ કરતા કરતા આમ વાતો કરી. મને ઘણીવાર મન થતું કે લંચ અવર માં હું એનેએની ઓફિસ થી આગળ આવેલી ઈરાની રેસ્ટોરાં માં લંચ માટે લઇ જાઉં. પણ હિંમત જ ન ચાલી. હા, ક્યારેક એ ઘરે બનાવેલી કોઈ વાનગીપર્સ માં રાખેલા નાનકડા લંચ-બોક્સ માંથી કાઢીને ચખાડતી. એણે જ બનાવી હશે, એમ સમજીને વાનગી ના હું વખાણ કરતોતો નિખાલસ પણે એ કહી દેતી કે આ તો એની મા ના હાથની કરામત છેઅને મને બાઈ યાદ આવી જતી. બાઈ પણ પરંપરાગત વ્યંજન સરસ રીતે બનાવી જાણતી.

ક્યારેક ક્યારેક સાંજની વેળાએ એ સાથે ન આવતી. એ દિવસે મારો મૂડ એવો તો ઓફ’ થઇ જતો તે બીજે દિવસે એને જોયા પછી જ ઠેકાણે આવતો. એ આગલી સાંજની પોતાની ગેરહાજરી વિષે કશું બોલતી નહીંમને ય એવી બધી પડપૂછ કરવાનું ઠીક ન લાગતું. પણ એ પોતાની ગેરહાજરી નું સાટું વાળી દેતી હોય એમ ખુશખુશાલ ચહેરે કોઈને કોઈ વાતો કર્યે જ જતી. આટલા સમયના અનુભવે મને સમજાયું હતું કે એ મૂળભૂત રીતે આનંદી પ્રકૃતિ ધરાવતી હતી. મારી સાથેનું એનું સહજસરળ અને આત્મીય લાગે એવું વર્તન એના વ્યક્તિત્વ નો જ એક ભાગ હતો.

એકવાર રવિવારની સાંજે ઘર નજીકના એક ડીપાર્ટમેન્ટલ સ્ટોર માં મારી અઠવાડિક ગ્રોસરી ની ખરીદી દરમ્યાન એ કોઈ પ્રૌઢા અને યુવાન સાથે દેખાઈ ગઈ. જોતા વેંત આનંદ તો થયો પણ એમને બોલાવું કે ન બોલાવું એની અસમંજસ માં પડી ગયો. પણ એણે મને જેવો જોયો કે તરત જ સામે ચાલીને એમની પોતાના માં અને નાના ભાઈ તરીકે મારી સાથે ઓળખાણ કરાવી જ દીધી.

આ મારી ઘરથી છેક ઓફિસ સુધીની કાયમ ની કંપની...’ એણે ઘરે પણ મારા વિષે વાત કરી હોય એવું તરત જ મને લાગ્યું કારણ કે એની માં અને ભાઈએ તરત જ નમસ્તે સાહેબ...’ કરીને મારું અભિવાદન કર્યું. મેં પણ યથાયોગ્ય પ્રત્યુત્તર વાળીને નજીકમાં જ આવેલા મારા ઘરે આવવા સહજ જ આમંત્રણ આપી દીધું. એમણે પણ મને સામો આગ્રહ કર્યો. તેમના ઘરના સરનામાં નો અછડતો ખ્યાલ તો મને એમની દીકરીએ વાતવાતમાં જ મને આપી દીધો હતો. મેં ત્યાં જ મનોમન નક્કી કરી લીધું કે એક દિવસ જરૂર હું તેમને ત્યાં જઈશપણ મને ત્યારે ખબર ન હતી કે મારી જિંદગીમાં એ દિવસ યાદગાર બની રહેવાનો હતો.

એક દિવસ મેં વાતવાતમાં કહ્યું મારે પણ નવો ફોન લેવો છે! અને ખલ્લાસએણે તો સેલ ફોન ના લેટેસ્ટ મોડેલો વિષે ના એન્સાયક્લોપીડિયા જ ખોલી નાંખ્યાં! આ ફોન લો તો આમ કરી શકો અને આમ નહીં કરી શકો, આ ફોન ની કિમત આટલી અને આ ફોન નો ડિસ્પ્લે સારો અને ટકાઉ.  ઓફિસ છૂટ્યા પછી રસ્તામાં જ મને સેલ ફોન ની એક નાનકડી દુકાનમાં લઈ જઈને એક સરસ ફીચર્સ ધરાવતો લેટેસ્ટ ફોન ખરીદ કરાવી ને જ જંપી! બસ ની રાહ જોતાં હતા ત્યાં સુધી માં તો વ્હોટ્સ એપ અને મેસેંજર ની માયાજાળ ફોન પર ડાઉનલોડ કરી ને મને એનો ઉપયોગ શીખવી દીધો!

ધીરે ધીરે હું વ્હોટ્સ એપ પર એની જોડે ચેટ પણ  કરતા શીખી ગયોવર્ષો થી ઘરમાં થોડી મરમ્મત રંગ-રોગાન કરાવવા નો જે વિચાર જ કર્યા કરતો તે આ વખતે બચતમાં થી થોડો ઉપાડ કરીને કરાવી લીધોરસોડા માં ઊભા ઊભા પણ જોઈ શકાય તે રીતે નાનકડું કલર ટીવી લગાડ્યું. ચોકડાવાળા લીલા ઓછાડને બદલે ફૂલો ની ઝીણી ઝીણી મનમોહક પ્રિન્ટ વાળા આછા રંગની બેડશીટ લગાવી. ‘એ ગમે ત્યારે મારા ઘરે આવી ચડે તો?’ એમ વિચારી ને હું ઘરને ચોખ્ખું અને સુઘડ રાખતો. મને પણ એની માં એ એક બે વાર ફોન પર ઘરે આવવા માટેનું આમંત્રણ ભારપૂર્વક યાદ અપાવ્યું હતું. પણ પુરુષ વગરના એ ઘરમાં આમ અનૌપચારિક રીતે જવું મને ઠીક લાગતું ન હતું. એના પિતા વર્ષોથી એમના થી અલગ રહેતા હતા. શા કારણે એવું થયેલું એ વિષે મને ખાસ ખબર ન હતી. બસ, એટલું જ મારી જાણમાં હતું કે એ પોતાના પિતાને ખૂબ જ મિસ કરતી હતી.

એક રવિવારે સવારે હિંમત કરીને મેં એના ઘરે મળવા જવાનો નિશ્ચય કરી લીધો. ‘આમ અતડા રહ્યે થોડું ચાલશે,એક દિવસ તો મારે એ ઘરની જવાબદારી પણ લેવી જ પડશે....’ મનમાં ઉઠતા જાતજાતનાં તરંગો ને દિલના ઉમળકા ની પોટલી માં ભરીને મેં એના ઘરનો રસ્તો પકડ્યોરસ્તામાં થી ચોકલેટ અને મીઠાઈ ખરીદી ને મેં ઉત્સાહભેર ચાલવા માંડ્યું. એની સોસાયટીના નાકે જ પહોંચ્યો હતો કે એનો ભાઈ એના જેવડા જ અન્ય છોકરાઓ સાથે મળી ગયો. મને જોઈને ઓળખી ગયો હોય એમ એ ઊભો રહ્યો. મેં ખબર પૂછવા નો વિવેક કર્યો. એની વાતથી જ મને ખબર પડી કે એની મા તો ગઈ કાલે જ એમના ગામ ગઈ હતી.

અંકલ... અમે બધા ફ્રેન્ડઝ મોર્નિંગ શોમાં ફિલ્મ જોવા જઈએ છીએ. મોડું થાય છે. પછી નિરાંતે મળીયે... બાય!’કહેતા એ ચાલતો થઇ ગયો.

હવે? હવે શું કરવું? ઘરના અન્ય સભ્યો ની ગેરહાજરીમાં એને મળવા જવું? કે પછી માંડી વાળું? હું કશું નક્કી કરી શકતો ન હતો. મનોમન મેં સિક્કો ઉછાળ્યો અને પરિણામ મારી મરજી મુજબનું જ આવ્યું! પણ તો ય મારા ગાળામાં શોષ પડતો હતો. કોઈ આમ મને એને ત્યાં જતો જોઈ લે તો? એની મા ને ખબર પડે કે એની ગેરહાજરી ની ખબર હોવા છતાં હું એને ત્યાં આવેલો, તો એ કેવું વિચારે? એના પડોશી મને આવેલો જોઈને શું અનુમાન કરે?પાનવાળા ની દુકાન પર ઊભા  રહીને ઠંડી લિમ્કા ગટગટાવી જઈને મેં સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો.

મારે જવું જ જોઈએ...આવી તક બીજી વાર મળે ન મળે.... જિંદગીમાં પહેલી વાર કોઈ મનગમતી છોકરીને એકાંતમાં મળવાનો, એને મારા મનની વાત કહેવા નો મોકો પછી ક્યારેય ન પણ મળે...’ મનમાં ઉઠતા વિચારો ના ઘોડાપૂરને નાથવાનો પ્રયાસ કરતા મેં ઊંડો શ્વાસ ભર્યો. હાથમાં મીઠાઈ અને ચોકલેટ ના બોક્સ ની થેલી લઈને મેં ચાલવા માંડ્યુંકૈંક વિચાર આવતા મારા પગ ફરી થંભી ગયા. થોડું પાછળ ચાલીને એક હેર સલૂન માં હું ચઢ્યો. હજુ ગયા અઠવાડિયે જ વાળ કપાવેલા ત્યારે મારા હજામે મને ફેસિયલ કરાવવા આગ્રહ કર્યો હતો. એ દિવસે તો મારા કરકસરિયા જીવે ફેસિયલ નાં પૈસા ખરચવા દીધા ન હતા. પણ આજે ચાલે એમ ન હતુંસલૂન ની આરામ દાયક ખુરશી ની પીઠ પર માથું ઢાળીને હું બેસી ગયો. વીસેક મિનિટ મારા ચહેરા પર પોતાની આંગળી નું કૌશલ્ય અજમાવી ને એણે મને સીધો બેસાડી ને બંને તરફ ઝગારા મારતી લાઈટ ના અજવાળા માં અરીસામાં ચમકતો મારો ચહેરો બતાવ્યો ત્યારે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. બત્રીસ નો લાગુ છું...!’ હું અસ્ફૂટ જ બબડ્યો પણ પેલા ચાલાક કસબીએ મારા શબ્દો મારા ચહેરા પર વાંચી લીધા હોય એમ એ મારા કાનમાં બોલતો હોય એ રીતે મારી નજીક મોં લાવી ને બોલ્યો. બાવીસ ના દેખાશોસાહેબ... નિરાંતે આવો!


મારા બેટાને ખબર કેમ પડી ગઈ હશે કે આજે ઉતાવળ માં છું?’ ફેસિયલ નાં ચાર્જ ઉપરાંત ટીપ પણ ચૂકવી ને ફરી એકવાર અરીસામાં મારો ચહેરો જોતા મને વિચાર આવ્યો. પણ હવે બહુ વિચાર કરવાનું પાલવે એમ નહોતું.મોર્નિંગ શો છૂટે એ પહેલા મારે એને મળીને ઘરે પહોંચી જવું હતું. મારે લીધે કોઈને કશી ગેરસમજ ન થવી જોઈએ. હાથમાં થેલી લઈને મેં ઉતાવળા પગલે ચાલવા માંડ્યું. એના ઘરની નીચે આવીને ઊભા રહીને એને ટેક્સ્ટ કરવા મેં ખિસ્સામાંથી ફોન હાથમાં લીધોપણ પછી સરપ્રાઈઝ આપું તો?’ એવું વિચારી ને ફોન પાછો સરકાવી દીધો અને ખખડધજ બિલ્ડીંગના અંધારિયા પગથિયાં ચડવા માંડ્યા. બિલ્ડીંગ ની હાલત અમારા બિલ્ડીંગ કરતાં ય ખાસ્સી બિસમાર હતી. ત્રણ માળ  ચડતા તો ખાસ્સી હાંફ ચડી ગઈ. ત્રીજે માળે આવીને જરાવાર શ્વાસ લેવા ઊભો રહ્યો. ચાર ફલેટ માંથી બે નાં દરવાજા બંધ હતા અને બે ના દરવાજે તો તાળા લટકતા હતા.અહીં શહેરમાં કોણ કોઈનો ભાવ પૂછવા નવરું હોય! ચહેરા પર રૂમાલ ફેરવી ને પસીનો લૂંછી ને હું જરા સ્વસ્થ થયો. હવે બસ, બાર તેર પગથિયાં અને મારી મંઝીલ મારા હાથ વેંતમાં! ઉત્સાહમાં જોશભેર ધબકતા હૃદયે હું ચોથે માળે પહોંચ્યો૪૧૬ નંબરની તકતી મારેલા ફ્લેટ ના દરવાજે આમતેમ નજર ફેરવી ને મેં હળવેથી ટકોરા માર્યા.

"કુરિયરવાલાઆઆ...." મને ન જાણે કેમ મજાક સૂઝી! ક્ષણો વહેતી ચાલી... ક્યારે દરવાજો ખૂલે અને ક્યારે એના આશ્ચર્યથી ઉઘાડા રહી ગયેલા મોં સામે મરક મરક હસતો ઊભો રહું. અંદરથી  કશો ન સમજાય એવો અવાજ આવતો હોય એવું મને લાગ્યું. ફરી એકવાર ટકોરા મારવા માટે મેં હાથ ઊંચો કર્યો કે દરવાજો ખૂલ્યો. આશ્ચર્યાઘાત થી હું અવાચક બની ગયો

કોણ છે વિવાઆઆઆન???’ 

ઊંડે થી એ જ કર્ણમંજુલ સ્વર મારા કાને પડ્યો, જેની મોહિની માં લપેટાઈ ને હું અહીં સુધી આવી ચઢ્યો હતો.અચાનક ધડામ દઈને દરવાજો મારા મોં પર જોશભેર ભટકાઈ ને બંધ થયો. પણ તેની પહેલા અંદર ના ભાગે થી બહારના કમરામાં આવેલી  ટુવાલમાં લપેટાયેલી એની નાજુક દેહાકૃતિ ને મેં જોઈ લીધી હતી.

કુરિયરવાળો છે!’ વિવાન ના નશાર્ત અવાજમાં મારો જ જવાબ જાણે કે મને સંભળાવી દેવો હોય એમ દરવાજાની આરપાર મારા કાને અથડાયો. મારી આંખે અંધારું છવાયું. બે જુવાન હૈયાઓ વચ્ચે પ્રજ્વળી ઉઠેલ આતશ મને વધુ  દઝાડે એ પહેલા હું ભારે પગલે પગથિયાં ઉતરી ગયો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

http://dhrangidhaval.blogspot.in મિત્રો આ બ્લોગ નવો છે

રાજેશભાઈ એમ ધ્રાંગી